મોરબીના જોધપર નદી ગામે યુવકનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામે મનસુખભાઇ નથુભાઈ પટેલના મકાનની સામે આવેલ ખરાબામા લીંબડાના ઝાડ ઉપર મૃત્યુ પામેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જોધપર નદી ગામે મનસુખભાઇ નથુભાઇ પટેલના મકાનની સામે આવેલ ખરાબામાં લીબડાના ઝાડ ઉપર શંકરભાઇ નમીભાઇ સાહની ઉ.વ-૨૦ રહે-કાલ શીવ સેતુ પોલીપેક જોધપર ગામની સીમ તા,જી-મોરબી મુળ રહે-સીરવાનીયા તા.ધરકુમ્બવા જી-દેવરીયા (યુ.પી) વાળોનો મૃત હાલતમાં મૃતદેહ લટકતો મળ્યો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.