Tuesday, May 7, 2024

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો નવો બનાવવા કેબીનેટ મંત્રી તથા સાસંદને કરાઈ રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો પાડી નવો બનાવવા માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ વિનોદભાઇ ચાવડાને મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકી બેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા લેખીત રજુઆત કરાઈ છે.

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો કે જે હાલ ખુબજ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટીપડે તેમ છે. આ ટાંકાની બાજુમાંથી સમગ્ર દિવસ દરમ્યાન ઘણા વાહનો અને રાહદારીઓ પગપાડા પણ અવર જવર કરે છે જો આ ટાંકો કુદરતી રીતે તુટી પડે તો મોટી દુર્ગઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણમાં જોખમ છે અને પાણીની પણ મોટી અછત સર્જાય તેમ છે આ બાબતે ગ્રામજનો તરફથી અગાઉ પણ લગત કચેરી રજૂઆતો કરેલ છે અને કોઇ પરીણામ મળેલ નથી.

જેથી મહેન્દ્રનગરના ગ્રામજનો તરફથી તેમજ પ્રજાના ચુટાયેલા એક પ્રતિનિધી તરીકે આ ટાંકાને તાત્કાલીક અને યુધ્ધના ધોરણે તોડીપાડવા અને નવો ટાંકો બનાવવા માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ વિનોદભાઇ ચાવડાને મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા લેખીતમાં રજુઆત કરાઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર