મોરબીના મહેન્દ્રનગર નજીકથી 71 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી ધર્મમંગલ સોસાયટીમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી ભરતભાઇ ગંગારામભાઇ કુંડારીયાના રહેણાંકમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 71 બોટલ મળી આવી હતી જેથી પોલીસે કુલ મળી રૂ.29,400 નો મુદામાલ મળી આવતા ભરતભાઈને ઝડપી લઈ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ.ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ.ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભરતભાઇ જીલરીયા વગેરે દ્વારા કરેલ હતી.