મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા અમીનાબેન રમેશભાઇ ભંખોડીયા(ઉ.૩૪) નામના પરણિત મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતક પરિણીતાના લગ્નને ૧૪ વર્ષનો સમય થયો હોય અને સંતાનમાં બે બાળકો હોવાની માહિતી મળી હતી
