મોરબી: ગુજરાત રાજ્ય સ્થાપના દિન અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મેરુપર પે સેન્ટર શાળા દ્વારા વાર્ષિકોત્સવ કાર્યક્રમ “રંગ તરંગ” ની શાનદાર ઉજવણી કરવામા આવી.
રંગ – તરંગ કાર્યક્રમમા ગુજરાતની અસ્મિતા અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો, ઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા, સ્વચ્છ ભારત અભિયાનને ઉજાગર કરતું નાટક,વિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર પ્રસ્તુતિ કરવામા આવી.
વેકેશન હોવા છતા ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઇ ઉપસ્થિત તમામનાં દિલ જીતી લીધા હતાં.
” રંગ-તરંગ ” કાર્યક્રમમાં ડો.પ્રતાપસિંહ સોલંકી , કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ અને ડાયરેક્ટર ઓફ આયુષ ગૃપ ઓફ હોસ્પિટલ દ્વારા તેમના સ્વ.માતા સજ્જનબેન ભુપતસિંહ સોલંકીની સ્મૃતિમા રુ.૪૧૦૦૦ નું અનુદાન આપી મુખ્ય સ્પોન્સરશીપ કરવામા આવેલ. ગ્રામ પંચાયત તરફથી ૧૦૦૦૦ રુપિયા અનુદાન પેટે મળેલ. ગ્રામજનો તરફથી પણ ખુબ સારો લોક સહયોગ મળેલ.
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હાજર રહેલા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમ અને શાળાની કામગીરીને બિરદાવેલ.
આ પ્રસંગે મુખ્ય સ્પોન્સર ડો.પ્રતાપસિંહ સોલકીનું અને અન્ય દાતાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા,જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ પ્રવિણભાઈ ભોરણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા,જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણિયા,જિલ્લા ગલ્સઁ એજ્યુકેશન કો-ઓડિઁનેટર આરતીબેન લુંઘાતર મુકેશભાઈ ડાભી એસ.ટી.પી.કો. ઓર્ડીનેટર નાયબ મામલતદાર સુરાણી સાહેબ, શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ નટુભાઈ પટેલ ઉપંરાત કિરણભાઈ કાચરોલા મંત્રી અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ શૈક્ષિક મહાસંઘ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખો તથા સરપંચ રાજુભાઈ ખેર,ઉપસરપંચ વિરમભાઈ સોલંકી, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિરમભા ખેર,ખેડૂત સહકારી મંડળીના પ્રમુખ વાલજીભાઈ પટેલ , એસ.એમ.સી અધ્યક્ષ તથા બહોળી સંખ્યામા તાલુકામાથી શિક્ષકો અને ગ્રામજનો હાજર રહેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવિન્દ્રભાઈ માકાસણા અને ચેતનકુમાર વરમોરા,રાજુભાઈ ગોહિલ શાળાના શિક્ષક અને હળવદ તાલુકા શૈક્ષિક મહાસંઘના મંત્રી અને ધર્મેન્દ્ર ભુંભરિયાએ કરેલ..સમગ્ર કાર્યકમને સફળ બનાવવા તમામ સ્ટાફગણ તથા ગ્રામલોકોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...