મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી
ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અબોલ જીવોના લાભાર્થે અનેરો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો
જેમાં મુસ્ફાન વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના વિવિધ સ્થળોએ પક્ષી માટે પાણી અને ચણ માટે કુંડા, ચકલી માટે પૂઠાના ચકલીઘર અને માટીના ચકલીઘર મુકવામાં આવ્યા હતા જે પ્રોજેક્ટને સફળ બનાવવા સંસ્થાના રંજનબેન સારડા, કવિતાબેન મોડાણી, પ્રીતિબેન દેસાઈ, રેખાબેન મોર, કિરણબેન મિશ્રા, નિશીબેન બંસલ, બબીતાબેન સાંધી, તેમજ બલ્કેશ મીના સહિત અન્ય સભ્યોએ હાજરી આપી હતી..