મોરબી : ચોરીના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાન માંથી પનબીડી,સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની ફરીયાદ અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ગુન્હો રજી થયેલ હોય જેમા કુલ-૫ (પાંચ) આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ હોય તે ગુન્હામા નીચે જણાવેલ આરોપી છેલ્લા આઠ માસથી નાસતો ફરતો હોય
જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા અરજણભાઇ ગરીયા નાઓને હયુમન સોર્સીસ તથા ટેકનીલ આધારે બાતમી મળેલ કે નાસતો ફરતો આરોપી સુરતના વરાછા ખાતે હોય જે હકિકત આધારે સુરત વરાછા વિસ્તારમાથી હસ્તગત કરી આગળ ની કાર્યવાહી કરવામા આવેલ છે.