Friday, June 20, 2025

મોરબી: ટ્રેક્ટરના વ્હીલ નીચે કચડાઇ જતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પંચાસર રોડ મોટી કેનાલ પશાભાઈ જલાભાઈના ખેતરમાં યુવક ટ્રેક્ટના પંખા પરથી નીચે પછાડાઈ ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીની હદાણીની વાડી પંચાસર રોડ પર રહેતા લાલજીભાઇ સવજીભાઈ કંઝારીયા (ઉ.વ.૫૫) એ આરોપી સુરેશભાઈ જશાભાઇ કંજારીયા રહે. મોરબી હદાણીની વાડી પંચાસર રોડ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રેક્ટર રજીસ્ટર નં.GJ-36-AF-7507 વાળુ પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીના દીકરાને ગત તા.૧૭/૦૪/૨૦૨૩ ના સવારના સાડા અગિયારેક વાગ્યાના અરશામાં આરોપીએ તેના કબ્જાનું ટ્રેક્ટર જેનો રજીસ્ટર નં- GJ-36-AF-7507 વાળાને પુર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીના દીકરા ગણેશભાઈને ટ્રેક્ટરના પંખા ઉપરથી અકસ્માતે નિચે પછાડી દઈ છાતીના ભાગે તથા પેટના ભાગે તથા ડાબા પગના ઢીંચણથી પંજા સુધી તેમજ જમણી સાઈડે કમર ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯ તથા એમ.વી.એકટ કલમ -૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર