મોરબી: મહેન્દ્રનગર ગ્રામ્યવિસ્તારમાં પાણી પૂરું પાડવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજુઆત
મોરબી: મહેન્દ્રનગર ગામે બનેલ સરકારની નવી પાણી પુરવઠા યોજના તાત્કાલીક ચાલુ કરી પાણી પુરૂ આપવા સરકારમાં રજુઆત કરતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ
મહેન્દ્રનગર ગામ તેમજ આજુ- બાજુના ગામોમાં પાણીની મોટી સમસ્યા છે જે સમસ્યા હાલમાં સરકારની નવી પાણી પુરવઠા યોજના બની ગયેલ છે તેમાથી તેનું નિવારણ આવી શકે તેમ છે પરંતુ આજદિન સુધી આ યોજના શરૂ ન કરવા ના કારણે મહેદ્રનગર અને આજુ બાજુના ગામોની વસ્તી કે જે અંદાજે ૧૦૦૦૦૦ થી પણ વધુ થાય છે તેવા તમામ લોકોને આજે પાણીની સમસ્યા સહન કરી રહ્યા છે. સબબ, ઉકત બાબતે સરકારની આ નવી પાણી પુર્વઠા યોજના તાત્કાલીક અને યુધ્ધના ધોરણે શરૂ કરી મહેન્દ્રનગર તેમજ આજુ-બાજુના ગામોને પાણી પૂરું મળી રહે તે માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા એ સરકારમાં રજુઆત કરી હતી.