Friday, April 26, 2024

વિશ્વઉમિયાધામ દ્વારા મોરબીમાં અકાળે નિધન થનાર યુવાનના પરિવારને 10 લાખના વળતર પૈકી 5 લાખનો ચેક અર્પણ કરાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વિશ્વ ઉમિયાધામ દ્વારા આવનાર દિવસોમાં બિજા પાંચ લાખની સહાય ચુકવવામાં આવશે.

મોરબી: વિશ્વ ઉમિયાધામ, જાસપુર – અમદાવાદના નેજા હેઠળ ચાલતી ઉમાછત્ર યોજના અંતર્ગત ઉમાછત્ર પરિવારના યુવા સભ્ય સ્વ. સંજયભાઈ સુખદેવભાઈ આદ્રોજાનું મોરબી ખાતે ટ્રક અકસ્માતમાં દુઃખદ અવસાન થયેલ, તેમના પરિવારને આ યોજના અંતર્ગત હાલ 10 લાખના વળતર પૈકી રૂ. ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)નો ચેક અર્પણ કરાયો આવનાર દિવસોમાં બિજા પાંચ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવશે.  આ ઉમાછત્ર સહાય અર્પણ કાર્યક્રમ આજે મોરબીના બંધુનગર ગામે સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ. અને. મંત્રી ત્રંબકભાઈ એસ. ફેફર પ્લેટીનમ ટ્રસ્ટી મોરબીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં ઉમાછત્ર યોજનાના ચેરમેન જયંતિભાઇ લાકડાવાળા તથા વાઈસ ચેરમેન જસુભાઈ પટેલ, ડેનીસભાઈ પટેલ VIBES કોર કમિટી મેમ્બર , રમેશભાઈ પટેલ ઈલેક્ટ્રીક કમીટી, રતિભાઈ આદ્રોજા ટ્રસ્ટી, કરમસિભાઈ વડગાસીયા ટ્રસ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી ચેપ્પટરના દાતા, ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું છે ઉમાછત્ર સહાય અર્પણ યોજના

૧. પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાથી સુરક્ષિત કરાશે.

૨. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉમાછત્ર યોજનાની જાહેરાત

૩. વિશ્વનું સૌથી ઉંચું ઉમિયા માતાજી મંદિર નિર્માણ થાય એ પહેલાં 1 લાખ પરિવારોને આ યોજનાનો લાભ અપાશે.

૪. પરિવારોનો કોઈ પણ સભ્ય જે દાન આપી આ યોજનનો લાભાર્થી બને તેના મૃત્યુ બાદ પરિવારને 10 લાખ રૂપિયા સંસ્થા આપશે.

૫. પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર ૩ હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. જેમાં દર વર્ષે 1200થી 2000નું દાન આપવાનું રહેશે.

૬. જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે તો પરિવારના મોભીના 55 વર્ષ સુધીમાં મૃત્યું થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સંસ્થા મદદ કરશે.

૭. જો કોઈ પરિવાર 8.5 હજારનું દાન એક વર્ષમાં ચાર વખત આપે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ મળશે.

૮. 55 વર્ષ સુધીની ઉંમરમાં જ્યારે પરિવારના મોભી પર ઘર ચાલતું હોય તેવા સમયમાં મોભીનું દુઃખદ અવસાન થાય તો સંસ્થા 10 લાખ રૂપિયાની મદદ કરશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર