Saturday, April 20, 2024

વ્યાજખોરોના આતંક સામે પોલીસ એક્શનમાં, કાલે રાજકોટ રેન્જમાં 100 સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: રાજ્યમાં વ્યાજખોરોનું દુષણ વધી ગયુ છે. ઉચા દરે વ્યાજખોરો વ્યાજની વસુલી કરતા હોવાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠે છે. સામાન્ય અને ગરીબ પરિવારોને ઉચા દરે ધિરાણ આપી તગડી વસૂલી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હોવાના કારણે અનેક પરિવારોના માળા વિખેરાય જાય છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે અનેક લેણદાર આત્મહત્યા સુધીનું પગલુ ભરતા હોય છે. જેના કારણે પરિવારો પર વણજોઈતી આફત આવી પડે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દુષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. જેના સંદર્ભે આવતીકાલે રાજકોટ રેન્જમાં એકસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે તારીખ ૧૨ જાન્યુઆરીના રોજ એકસાથે ૧૦૦ સ્થળો ઉપર લોકદરબાર યોજાશે. નોંધનીય છે કે રાજકોટ રેન્જના ક્ષેત્રમાં આવતા તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની અધ્યક્ષતામાં કુલ-૬૭ લોક-દરબારનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૯ રજુઆતો મળેલ હતી. જેપૈકી ૪ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જયારે અન્ય ૫ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહી છે. લોકોમાં Gujarat Money-Lenders Act. 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમ્ન પુર્વક કાયદાનો આશરો લેવા માટે સામે આવે, સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયા અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી લોક દરબાર યોજવામાં આવે છે.

આ માટે સોશિયલ મીડીયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ૨૫૦ થી પણ વધુ પોસ્ટ કરવામાં આવેલ છે.પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરી ૨૦૦ થી પણ વધારે સ્થળો ઉપર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.સમગ્ર રેન્જમાં વ્યાજખોરી થી અસરગ્રસ્ત વિસ્તારો નકકી કરી, આ વિસ્તારોમાં ૬૦૦૦ થી વધુ પત્રિકાઓનુ વિતરણ કરાવવામાં આવેલ છે. અને વ્યાજખોરી અંગે નિર્ભયપણે ફરીયાદ/રજુઆત કરવા રેન્જના તમામ ૬૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ ધ્વારા ડોર ટુ ડોર લોકોને મળી સમજણ આપવામાં આવેલ છે અને પોલીસ વિભાગ વ્યાજખોરીને ડામવા માટે કટીબધ્ધ છે તેવો ભરોસો આપવામાં આવેલ છે.

નોંધનીય છે કે સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન રાજકોટની રેન્જના તાબાના જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ- ૧૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ -૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા એક વર્ષમાં તમામ જીલ્લાઓમાં વ્યાજખોરી કરતા વ્યકિતઓ વિરુધ્ધ કુલ-૩૨ ગુનાઓ દાખલ કરી તેમા કુલ-૧૪૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. વ્યાજખોરોની ઓફીસો, ઘરો અને પુરાવાઓ મળી શકે તેવી બીજી જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશનો હાથ ધરી તેઓના ધ્વારા લખાવી લીધેલ દસ્તાવેજો અને ચેકો રીકવર કરવામાં આવેલ છે. ઉપરોકત દાખલ થયેલ ગુનાઓની તપાસનુ સીધુ સુપરવિઝન પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલ છે.

આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યવાહીની પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર રેન્જમાં ૨૦૦ થી વધુ લોકદરબાર યોજવાનુ લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સોશિયલ મીડીયા, પ્રસ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી વધુને વધુ લોક જાગૃતી કેળવવામાં આવનાર છે. પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમના ઉપયોગથી અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી વ્યાજખોરી અંગે જાગૃતતા કેળવાય અને સમગ્ર રેન્જના ૧૦૦ ટકા લોકો સુધી આ અભિયાનની માહીતી પહોચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. તથા સમગ્ર રેન્જમાં Free Registration Of Crime ની નિતીનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ નોંધાયેલ ગુનાઓને ૧૦૦ ટકા સાબીતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો ૧૦૦ ટકા ભોગબનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર છે. તેમજ જરુર જણાયે Income tax, EDI વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. વ્યાજખોરો દ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ ધ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર