હળવદમાં તળાવ માં ડૂબી જવા થી આઘેડ નું મોત
હળવદ સામંત સરોવર કાઠે સવારે પાણી ભરી ને નહાવા પડેલા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વર્ષ -૫૦)નું અવસાન થયું મળતી વિગતો મુજબ પરેશભાઈ રાઠોડ ને સામંત સરોવર કાંઠે પંકચરની નાની એવી દુકાન છે
જ્યાં તેઓ તેમના ભાઈની સાથે દુકાનમાં જ રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા આજે સવારે ૬:૪૫ કલાકે તેઓ ના નિત્યક્રમ મુજબ ગાય કૂતરાઓ માટે પાણી ભરવા તળાવમાં ગયા અને પાણી ભરી ને આવ્યા પછી તેઓ એ તેમના ભાઈ ને કહ્યું કે હું તળાવમાં નહિ ને આવું એટલે તેઓ સવારે તળાવમાં નાહવા પડ્યા અને પંદર વીસ મિનિટ જેવું થયું પણ તેઓ બાહર આવ્યા નહિ જેથી તેમના ભાઈ ને સંકા ગઈ કે હજુ સુધી ભાઈ કેમ ના આવ્યા પછી તેઓએ ત્યાં આસપાસ રહેતા સ્થાનિક લોકો ને બોલાવ્યા અને સ્થાનિક તરવૈયાઓની મદદ માંગી તેમજ ઘટનાની જાણ થતાં નગરપાલિકા ની ફાયર ટીમ પણ ત્યાં આવી ગઈ ફાયર વિભાગ ના તરવૈયાઓ પણ ત્યાં શોધ ખોડ માટે તળાવમાં પડ્યા આશરે ૭:૩૫ ની આસપાસ તરવૈયાઓએ પરેશભાઈ ને મૃત હાલતમા બહાર કાઢ્યા અને ઘટના સ્થળેથી તેઓને હળવદની સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા છેલ્લા બે માસમાં હળવદ સામંત સરોવર માં ડુબી જતા બે લોકો મૃત્યુ પામ્યા છે
રવિ પરીખ