હળવદ એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000 થી વધુ મુસાફરો આવે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસાથી પાણી પીવાનો ઘાટ સર્જાતાં પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે હળવદ એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્ષની પાણીની ટાંકી મૂકીને મુસાફરો માટે પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લી 10 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લોકોનો આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ બસ સ્ટેશનની પરબે પાણી પીવા આવીએ ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી, પાણીના નળ પણ નથી પાણીની ટાંકીમાં પાણી નથી અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે તે પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે.
પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.
રવિ પરીખ હળવદ
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...