ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ, લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું.ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડીયુ હતું
હળવદ રઘુવંશી મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથા પારાયણનું આયોજન ૨૪/૪ થી ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા વ્રજ નિવાસી શ્રી કનૈયાલાલ શાસ્ત્રીજી દ્વારા કથાનું સંગીત મયશૈલી માં અમુતપાન કરાવવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રોજ સત્સંગ ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રઘુવંશી મહિલા મંડળની બહેનો તથા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથાને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળની બહેનોએ દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભક્તિ ભજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...