મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માસ મટનનો વેપાર ખુબ વધ્યો છે અને જાહેરમાં કોઈપણ મંજૂરી વગર માસ મટનના અમુક ધંધાર્થીઓએ હાટડા ખડકી દીધા છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી માર્કેટ અને ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શક્તિ ચોકમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે તેમજ માસ મટનનો ગેરકાયદેસર વેપાર ત્રણ દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મોરબી શહેરમાં ધમધમતા માસ મટનના ગેરકાયદેસર વેપાર સામે નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. મોરબી નગરપાલિકાએ શહેરના શક્તિ ચોક અને જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. જે નોટિસમાં નગરપાલિકાએ જણાવ્યું છે કે, શક્તિ ચોક અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે માસ મટનનું વેચાણ થતું જે જાહેર આરોગ્ય માટે હાનિકારક છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર માર્ગ પર ચાલતી હોય જેથી વાહનોની અવરજવરમાં પણ નડતરરૂપ છે તેમજ જાહેર સલામતી અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાની સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે જેથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવીને 15 ધંધાર્થીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્રણ દિવસની અંદર બંધ કરવા જણાવાયું છે અન્યથા ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે તેમજ જો કાયદેસર પરવાના હોય તો પણ ત્રણ દિવસમાં નગરપાલિકામાં રજૂ કરી દેવાની તાકીદ કરવામાં આવી છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...