Sunday, September 15, 2024

વાંકાનેર : ભોજપરા નજીકથી 400 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ નજીક 400 લીટર દેશી દારૂ ભરેલ એક કાર વાંકાનેર પોલીસે ઝડપી પાડી હતી. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈકાલના રોજ વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ પાસેથી જયંતીભાઈ કરશનભાઇ રંગપરાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકા નંગ 8 (દેશી દારૂ લીટર 400, કી.રૂ. 8000)નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે કાર રજી નંબર GJ 13-AM-0454મા હેરાફેરી કરતો પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં વાંકાનેર શહેર પોલીસે દેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 1,28,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર