Sunday, September 25, 2022

વાંકાનેર : લાલપર નજીક હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે યુવાનનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેર નજીક આવેલ લાલપર ગામ પાસે હાઇવે પર કોઈ અજાણ્યા વાહનની હડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ લાલપર ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે જાંબુડિયા ગામના પ્રકાશ ખીમજી નામના યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર ઈજાથી યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર