Monday, September 9, 2024

૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી ગુજરાતના આ જિલ્લામાં કરવામાં આવી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે જ્યારે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે અને આ દિવસને દેશની પ્રજા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે દર વર્ષે 26 મી જાન્યુઆરીએ સર્વત્ર દેશમાં એકજુથ થઈને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહીસાગર શહેરમાં ૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં કલેક્ટર આર.બી બારડ ની વિશેષ ઉપરિથત રહી હતી. જિલ્લા પોલીસ હેટકવાટૅર ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પવૅની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ ભાઈ સેવક, મહીસાગર જિલ્લા ના એસ પી રાકેશ. તેમજ મહીસાગરના લોકો ઉપરિથત રહ્યા હતા. કલેક્ટર આર બી બારડ એ ૭૨ માં પ્રજાસત્તાક પવૅની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સાથે જ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એસ.ઓ.પી. એટલે કે સરકારી ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલની ફિજીસિયન ડોક્ટર ડી.કે.પરમાર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી હોસ્પિટલના સ્ટાફ, નર્સ, ડોક્ટર સ્ટાફ, વર્ગ 4 ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રભારીમંત્રી, વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકરે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે જિલ્લા કક્ષા નું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર,પોલીસવડા,ડીડીઓ સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર