મોરબી ની સુમતીનાથ સોસાયટીમાં પાણી નો વાલ્વ તુટી જતાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે
વહેલી તકે પીવાના પાણીનો વાલ્વ રીપેરીંગ થાય તેવી સ્થાનિક લોકોએ દ્વારા માંગણી ઉઠી છે
મોરબી : આકરાં ઉનાળે મોરબી નાં ઘણા બધા વિસ્તારોમાં પીવા નાં પાણી અનિયમિત મળવાની ફરીયાદો ઉઠવા પામી હોય પીવાના પાણીની અછતને પગલે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બાજુ મોરબીની સુમતિનાથ સોસાયટીમાં પાણી બિનપયોગી રીતે વહી રહ્યું હોય સ્થાનિક લોકોએ પાણીની લાઈનનો એર વાલ્વ રીપેર કરવાની માંગ કરી છે.
મોરબી શહેરના વાવડી રોડ પર જાણવા મળતી વધુ વિગતો મુજબ સુમતિનાથ સોસાયટીમાં પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો છે. જેના લીધે ફુવારાની જેમ પાણી ઉડી રહ્યું છે. હાલ ઉનાળામાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. તેવામાં અહીં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર વ્હેલી તકે આવી પાણીની લાઈનના એર વાલ્વનું સમારકામ કરે, તેવી સોસાયટીના રહીશોની માંગણી છે.