મોરબીઃ આયોધ્યાપુરી મેઈન રોડ પર જલારામ પ્રાર્થના મંદિરના સેજપાલ હોલ ખાતે તા. 05-06-2022 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ગીર આયુર્વેદ સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 2-30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે.
નિદાન કેમ્પમાં વર્ષોના અનુભવ અને આયુર્વેદના સમન્વથી શરીરના જટીલ રોગોનું નાડી પરિક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઈલાજ કરવામાં આવશે. જેમાં ગીર (સાસણ)ના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કરશે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જુના, હઠીલા રોગો હોય તેવા દર્દીઓને ખાસ મુલાકાત લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાથ-પગ, સાયટીકા, ગોઠણ, વાની તકલીફ, સોર્યાસીસ, સ્ત્રીરોગ, કમરના મણકાને લગતી તકલીફ,ડાયાબિટીસ જેવા જટીલ રોગનું નિદાન કરવામાં આવશે. નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધણી કરાવવી ફરજિયાત છે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા (મો.નં.- 99784 42851), હરીશભાઈ શેઠ (મો.નં.- 93761 61406), સિદ્ધાર્થભાઈ જોષી (મો.નં.- 92288 97392) અથવા મો.નં.- 63563 51115 પર સંપર્ક કરવા જણાવાયું છે.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી શહેરમાં આવેલ હોસ્પિટલો, સ્કૂલોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપી હોટલ, સમાજવાડી, કોમ્પલેક્ષ અને બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩ મેં થી ૧૯ મેં સુધીમાં- ૦૭ હોસ્પિટલમાં ૨૮ સ્ટાફને તથા ૦૪ હોટલમાં ૪૨ સ્ટાફ ને ફાયર...