મોરબી જિલ્લામાં વ્યાજ માફિયા નો પગ પેસારો ધીમે ધીમે વધી રહ્યો છે. વ્યાજવટાવ નો વ્યવસાય કરતા અમુક અવાર નવાર લોકોને દબાણ કરતા હોય છે. જેના કારણે લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા વ્યાજવટાવનો ભોગ બનનાર લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં વસતા કેટલાક લોકો – ધંધાર્થીઓ પોતાની મજબૂરી ના કારણે આવા વ્યાજ માફિયાઓ પાસે થી વ્યાજ પર પૈસા લ્યે છે અને થોડો સમય ઉચું વ્યાજ આપીને પૈસા લ્યે છે પરંતુ પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી. વ્યાજવટાવના ચક્રમાં ફસાય જાય છે. ત્યારે આ વ્યાજ માફીયાઓ તેમની મજબૂરીનો લાભ ઉઠાવી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા વ્યાજના ચક્રમાં ફસાયેલ લોકો માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર ” ૯૩૧૬૮૪૭૦૭૦” જાહેર કરવામાં આવ્યો છે
ઉપરાંત પોલીસ દ્વારા બેંક સિવાય કોઈ સાથે પૈસાની લેણદેણ ના કરવી તેમજ માન્યતા પ્રાપ્ત કરેલ સંસ્થાઓ સાથે જ નાણાંની લેવડ દેવડ કરવાની અપીલ કરી છે.
ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ જેને પણ આપવામાં કંઈક ખામી રહી જાય તો ઈશ્વર પોતે જ કોઈને નિમિત્ત બનાવી એ નહીં આપવાની ખોટ પુરવા કોઈ કે કોઈકને પ્રેરણા આપતો રહે...
દેશમાં ઓનલાઇન સટ્ટાબાજીની ગેમ્સોમા યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ઓનલાઇન ગેમીંગ સામે સરકાર મોટો નિર્ણય લીધો છે જેમાં સંસદમાં ઓનલાઇન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બીલ બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું અને હવે આ બીલને રાષ્ટ્રપતિ દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જેથી...