અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથ યાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. આ ભવ્ય રથયાત્રા મોરબીના અલગ અલગ માર્ગો પરથી વિશાળ જનમેદની સાથે રાસ અને ગરબા તેમજ ” જય મચ્છુ માં ” ના જયકર સાથે પસાર થઈ હતી.
દરવર્ષે અષાઢી બીજનાં અવસર પર મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. રબારી અને ભરવાડ સમાજ દ્વારા આ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વિશાળ અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના આજુ બાજુ ના ગામડાઓ તેમજ અન્ય જીલ્લાઓ અને ગામડાઓ માંથી પણ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાવવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે મચ્છુ માતાજીની રથયાત્રા સાથે રથયાત્રામાં આવેલ તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭ કિં રૂ.૧૩૬૬૨ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ફરાર...