મોરબીનો સીરામીક ઝોન ગણાતો જેતપર પીપળી રોડની હાલ વરસાદમાં એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે આ રોડ ઉપરથી હેમખેમ પસાર થવું ખૂબ જ કઠિન બન્યું છે. રોડની આવી ખરાબ હાલત મામલે આવતીકાલે મોરબીના જેતપર-પીપળી રોડ પરના ગ્રામજનો અને ઉદ્યોગકારો દ્વારા એક રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવશે.
મોરબી જેતપર રોડ ઉપર સીરામીક એકમો ધરાવતા ઉધોગકારો સંદીપભાઈ કાલરીયા, હરેશભાઈ કૈલા, રવિભાઈ કાલરીયા, ભરતભાઇ અને અરવિંદભાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે, મોરબીનો જેતપર-પીપળી રોડ ઉપર મોટી સંખ્યામાં સીરામીક એકમો હોવાથી આ રોડની સીરામીક ઝોન તરીકે ગણના થાય છે. પણ આજુબાજુ ગ્રામજનો અને સ્થાનિક ઉધોગકારોને તંત્ર આ જેતપર પીપળી રોડને સારા રોડની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આ રોડની હાલત અગાઉથી ખરાબ હતી. હવે સતત વરસાદથી આ રોડની પથારી ફરી ગઈ છે. હજારો વાહનોની અવરજવર ધરાવતો આ માર્ગમાં એટલી હદે ખાડા પડયા છે કે, ખરેખર રોડમાં ખાડા પડયા છે કે ખાડામાં રોડ છે ? તેવી કપરી હાલત છે. ખાડાને કારણે અકસ્માત તેમજ ટ્રાફિકજામ થાય છે. આથી આ મામલે આવતીકાલે ગુરુવારે સવારે નવ વાગ્યે અણિયારી ચીકડીથી મોરબીના સામાકાંઠે આવેલી જિલ્લા કલેકટર કચેરી સુધી સ્થાનિક ઉધોગકારો તેમજ ઘાટીલા, વેજલપર, ચકમપર, જીવાપર, રાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળી સહિતના આજુબાજુના ગામોના સરપંચ તેમજ ગ્રામજનો રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.
મોરબી જીલ્લામાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા રહે...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે એ કહેલ કે પાર્સલ તમોને મડી ગયેલ છે ને તેમ કહેતા...