Sunday, August 3, 2025

મોરબીમાં ઈન્સ્ટાગ્રામમા મુકેલી સ્ટોરીનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સોનો પાઈપ વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પંચાસર રોડ ઉપર ગીતામીલ નજીક ઈન્સ્ટાગ્રામમા મુકેલી સ્ટોરીનો ખાર રાખી યુવક પર ત્રણ ઈસમોએ પાઈપ વડે હુમલો કર્યો હતો અને યુવકને છોડાવવા વચ્ચે પડેલ અન્ય એક યુવકને ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવકે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરા મેઈનરોડ જલજલા પાનની બાજુમાં રહેતા નવાબભાઈ ઉર્ફે બાદશા ફતેમામદભાઈ કટીયા (ઉ.વ.૨૭) એ આરોપી મકબુલભાઈ મેહબુબભાઈ દલવાણી, વિપુલ ગઢવી અને એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયાર રહે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૭-૦૯-૨૦૨૨ ના રોજ ફરીયાદીએ ઇન્સ્ટાગ્રામમા સ્ટોરી મુકેલ હોય જે આરોપીઓને સારૂ નહી લાગતા આ બાબતેનો ખાર રાખી આરોપી મકબુલભાઈએ ફરીયાદીને જમણા હાથના કોણીના ભાગે લોખંડના પાઇપ વતી એક ઘા મારી તેમજ આરોપી વિપુલે ફરીયાદીને જમણા પગે ઢીંચણના ભાગે તથા પંજાના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી તેમજ આરોપી એજાજે ફરીયાદીને માથામા પાછળના ભાગે તથા જમણી આંખ ઉપર કપાળના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી તેમજ વચ્ચે પડેલ સાહેદ હનીફનાએ છોડાવવા જતા આરોપી ત્રણે ઇસમોએ સાહેદને ઢીકાપાટુનો મુંઢમાર મારી ફરી તથા સાહેદને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે ઈસમો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર