મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર નાના- મોટા અકસ્માત થતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા પાસે કાર અક્સમાત સર્જાયો હતી જેમાં 2 યુવાનના મોત થયા હતા જયારે 2 યુવાનને ઈજા પહોચી હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ થી મોરબી તરફ બુઘવારે વહેલી સવારે આવી રહેલી જીજે 3ઈ આર 4200 નંબરની સ્વીફ્ટ કાર મીતાણા પાસે અચાનક બેકાબુ બની હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત યુવાનો પૈકી રોહિત કોળી અને જય ચાવડાનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રૂપેશ ધોળકિયા અને ગોપાલ અગેચણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મોરબી રાજકોટ હાઈવેનું ફોરલેન કામ લાંબા સમયથી ચાલે છે જેના કારણે ભૂતકાળમાં જીવલેણ અક્સમાત સર્જાઈ ચુક્યા છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા તરફથી મોરબી જિલ્લામાં આવેલ સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ ના આચાર્યઓ , તથા જેના બાળકો ધોરણ 8 અને 10 માં ભણતા હોય તેવા વાલીઓની મિટિંગ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં આગામી તારીખ 01-09-2025 ના રોજ બપોરે 4:00...
મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો હાસ્યની રમઝટ બોલાવશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન...