ટંકારામાં તીનપત્તીનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

મોરબી: ટંકારા આસુન્દ્રીના કાંઠે હનુમાનજીના મંદિર સામે હરીલાલ ભાલોડીયાએ ભાગમાં રાખેલ વાડીની પતરાની ઓરડી બહાર ખરાબાની જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શકુનીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા આસુન્દ્રીના કાંઠે હનુમાનજીના મંદિર સામે હરીલાલ ભાલોડીયાએ ભાગમાં રાખેલ વાડીની પતરાની ઓરડી બહાર ખરાબાની જગ્યામાં લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી હીરાલાલ ભગવાનજીભાઇ ભાલોડીયા, રામભાઇ નારણભાઇ ભાણ, પ્રતાપસિંહ અમરસિંહ જાડેજા, રફીકભાઇ ઉર્ફે હરીયો આદમભાઇ સોહરવદી રહે. બધા ટંકારા તથા મનોજભાઇ પ્રાગજીભાઇ ફેફર અને અરજણભાઇ રામજીભાઇ કગથરા રહે. બંને જબલપુર તા.ટંકારા વાળાને રોકડ રકમ રૂ.૩૦૧૯૦ ના મુદામાલ સાથે રેઇડ દરમિયાન ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.