ઝુલતા પુલ વખતે વડાપ્રધાનની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના ફેક ન્યુઝ બનાવી પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરનાર બે શખ્સ વિરુદ્ધ મોરબી પ્રાંત અધિકારી દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ચુંટણી અધિકારી 65 મોરબી વિધાનસભા મતદાન વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી ડી.એ.ઝાલાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી છે કે આરોપી દક્ષ પટેલ અને સાકેત ગોખલેએ તા.૩૦ નવેમ્બરના રોજ ચુંટણી આચારસંહીતાના સમયગાળા દરમ્યાન વડાપ્રધાનની ઝુલતાપુલની દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્વીટ કરી લોકોમા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપતી ટ્વીટ કરી ગુન્હો કર્યો છે. આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દક્ષ પટેલ અને સાકેત ગોખલે વિરુદ્ધ લોકપ્રતિનીધીત્વ એકટ ૧૯૫૧ની કલમ ૧૨૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.