મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓની શાંતી માટે શાંતી હવનનું આયોજન
મોરબી: મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે હવનનું અયોજન તારીખ ૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સ્થળે ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવનનું આયોજન તા. ૧૧/૧૨/ ૨૦૨૨, રવિવાર ના રોજ સમય સવારે ૯-૩૦ થી બપોરે ૧-૦૦ વાગ્યે પુર્ણા હુતી થશે, તો મોરબીની તમામ હિન્દુ-સમુસ્લીમ “ જનતાને આહવાન છે કે આ શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) મળે તે માટે જાહેર જનતા ને આમંત્રણ તથા આ શાંતિ હવન ૪૨ દિવસ આ દુર્ઘટનાને પુર્ણ થતા અને દિવ્ય આત્માઓને શાંતિ થાય તથા તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટે આ હવનનું આયોજન કરેલ છે. તો આ અંગે લાભ લેવા સામાજીક કાર્યકરની લાગણી છે કે મોરબીની જનતા હિન્દુ-મુસ્લીમ તમામ બહોળી સંખ્યામાં આહુતી આપવા પધારશોજી એવી રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, જીજ્ઞેશભાઇ પંડયા, મુકુંરાય પી. જોષી, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ, સહીતના સામાજીક કાર્યકરોની વિનંતી છે.