મોરબી: રેલ દુર્ઘટનામાં દિવગતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ ! કીડીયારું પુરી વૃક્ષ વાવેતરનો સંદેશ આપ્યો
મોરબીના પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવારે આજે ટ્રેન દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કીડીયારું પૂરીને પ્રાર્થના કરી હતી. કુલ 51 નાળિયેરમાં કીડીયારું પૂરીને જંગલમાં જમીનમાં ખાડો કરીને 51 જગ્યાએ આ નાળિયેર દાટી દેવામાં આવ્યા હતા.