Tuesday, May 26, 2026

Ek Villain Returns: એકતા કપૂરે ફિલ્મ એક વિલન રિટર્ન્સની ઘોષણા કરી,જાણો કયા ક્યાં ફિલ્મી સિતારાઓ તેમાં જોવા મળશે.?

એકતા કપૂરે તેની હિટ ફિલ્મ એક વિલનની સિક્વલ એક વિલન રિટર્ન્સ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે 11 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવશે. એકતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર સાથે ફિલ્મનું અપડેટ શેર કર્યું છે. એક વિલન રિટર્ન્સનું દિગ્દર્શન મોહિત સુરી કરી રહ્યો છે, જેમણે પ્રથમ ભાગનું દિગ્દર્શન પણ કર્યું હતું. સિક્વલની એનાઉંશમેન્ટ પોસ્ટરમાં એક સ્માઇલીને કુટિલ સ્મિત સાથે બતાવવામાં આવી છે. જેમાં કોઈ કલાકારનું નામ અથવા ચહેરો દેખાતો નથી. તેના પર લખ્યું છે કે – વિલન 365 દિવસમાં પાછો આવશે. એકતાએ ટ્વિટમાં લખ્યું – એક વિલન. વાર્તા ફરીથી શરૂ કરી ? 11 ફેબ્રુઆરી 2022 ના રોજ દુનિયાભરમાં એક વિલન રિટર્ન્સ આવશે. ભૂષણ કુમાર અને એકતા કપૂર દ્વારાએક વિલન રિટર્ન્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતરીયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિશા અને તારાએ આ માહિતી શેર કરી અને લખ્યું કે – તમને ફરિયાદ કરવાની તક આપશું નહીં.આ સાથે જ, જ્હોન અને અર્જુને પોસ્ટરને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે શેર કર્યું અને લખ્યું – આ વાર્તાનો હિરો, વિલન છે. તે સ્પષ્ટ છે કે ફિલ્મના મુખ્ય પુરુષ પાત્રો નેગેટિવ રોલમાં હશે. તે જ સમયે, મોહિતે લખ્યું – હીરોની વાર્તા બધાને ખબર છે, પણ વિલનની ? 2014 માં રજૂ થયેલી એક વિલન સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર અભિનીત રોમેન્ટિક-થ્રિલર ફિલ્મ હતી, જેમાં રિતેશ દેશમુખ નકારાત્મક ભૂમિકામાં હતા. અને ત્યારબાદ એક વિલન રિટર્ન્સના સમાચાર સાંભળી લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી હે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img