ભગીરથ ફાર્મ, બામણાશા ખાતે મળેલી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” ની વિધિવત સ્થાપના કરવામાં આવી.
ગીર સોમનાથ જિલ્લામાં જીતેન્દ્રભાઈ ચોથાણી અને રાજુભાઇ પાનેલીયા નાં વડપણ હેઠળ તમામ તાલુકા અને ગ્રામ્ય સમિતિઓ ની ટૂંક સમયમાં રચના કરવામાં આવશે તેવી આ તકે જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પાટીદાર સમાજ નાં અનેક પ્રબુદ્ધ આગેવાનો એ હાજરી આપી હતી. મધ્ય પ્રદેશ થી પધારેલા કૂર્મી પાટીદાર સમાજ નાં આજીવન પ્રચારક રામાનુજ પટેલ દ્વારા સમાજ ની એકતા માટેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાન તેમજ વૈવાહિક સંબંધો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રિય કૂર્મી સમાજ ના સંગઠન સંયોજક જિજ્ઞેશ પટેલ, નેશનલ કમિટી મેમ્બર ચિરાગ કાકડીયા, દર્શિત પટેલ અને ગીર સોમનાથ જિલ્લા નાં આગેવાનો દ્વારા પણ આ દિશામાં આગળ વધવા માટે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...