મોરબી: આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયા ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીનો આશય મિલેટનો ઉપયોગ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને આહવાન કર્યુ હતુ.
આ કર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ વિશેની વિસ્તૃત જાણકારી આપી, તેના ફાયદાઓ અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો, વગેરે માટે મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, ઇફકો, જી.એ.ટી.એલ. તથા જી.એન.એફ.સી. કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારની લાભકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટો વિશે માહિતી મળી રહે.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઇ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સદસ્યઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણ, રાજુભાઈ પરમાર, ડો. એલ. એલ. જીવાણી, ડી.એ. સરડવા, હેતલબેન મણવર, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક, એ.એલ. કોરડીયા. મદદનીશ ખેતી નિયામક, પીઠાભાઇ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી, અતુલભાઈ ચાવડા વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક અને બહોળી માત્રામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા સંસદભવન - દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલા સિતારમનને રજૂઆત કરવામાં આવી છે.
જેમાં ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટી માંથી ૦૫ ટકા કરવા બાબતે સાંસદ પરસોત્તમ રુપાલાએ દ્વારા પણ નાણામંત્રી નિર્મલાબેન સિતારમને રજુઆત કરવામાં આવી છે...
મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો - બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ...