મોરબીમાં NDPS ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૯ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસ ચાર્ટર એક્ટ મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ સાથે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમા બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બી પાર્ટ એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦ (બી) વિ.મુજબના ગુન્હામાં છેલ્લા ૯ માસથી નાસતો ફરતો આરોપી કરશનભાઇ ભીખાભાઈ વાઘેલા રહે. ચીભડા તા. દીયોદર જી. બનાસકાંઠા વાળો હાલે મોરબી બાયપાસ પાસે આવેલ રવીરાજ ચોકડી પાસે ઉભેલ છે અને આરોપીએ શરીરે ફુલની ડીઝાઇન વાળો ટુંકીબાયનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. સદર બાતમીવાળા સ્થળે જઇ વોચ કરતા બાતમીવાળો નાસતો ફરતો ઇસમ કરશનભાઇ ભીખાભાઈ વાઘેલા રહે. ચીભડા તા. દીયોદર જી. બનાસકાંઠા વાળો મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.