ટંકારા: યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારાના. ટોળ ગામે રહેતા યુવકે આરોપી પર કેશ કરેલ હોય જે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી મુકેશભાઈ ના પૈસા પાછા આપી દેવા જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા મહમદ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ.૩૦) એ આરોપી મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે. ટંકારા તથા બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીએ આરોપી મુકેશભાઈ પર કેશ કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપી મુકેશભાઈ બ્લુ કલરની નંબર વગરની સ્વીફટ ગાડીમા આવી તેની સાથે આવેલ અજાણ્યા બે ઇસમોએ ફરીયાદીને લાકડાના ધોકા વડે બંને પગમા માર મારી ગાળો આપી મુકેશભાઈના પૈસા પાછા આપી દેજે નહીતર જાનથી મારી નાખીવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહમદભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.