Monday, July 21, 2025

ટંકારા છતર ગામે દંપતિને મરવા મજબૂર કરનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દંપતીએ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ ભક્તીસાનિધ્ય ૮૦ ફુટ રિંગ રોડ મટુકી રેસ્સ્ટોરન્ટ ફ્લેટ નં.બી બ્લોક નં.૬૦૩મા રહેતા મિલનભાઈ નિલેશભાઈ ખુટ (ઉ.વ‌.૨૫) એ આરોપી અશ્વિનભાઈ રાવતભાઈ મારુ તથા દિવ્યેશભાઈ આહીર માધવ ઈલેક્ટ્રોનિક્સ રહે. બંને રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦-૦૪-૨૦૨૩ ના અરસામાં કોઈપણ સમયે આરોપીઓ ગેરકાયદેસર રિતે નાણા વ્યાજે આપતા હોય જેથી ફરીયાદીના પિતાને ધંધા અર્થે રુપીયાની જરુરત પડતા આરોપીઓ અશ્વિનભાઈ પાસેથી રુ.૪,૦૦,૦૦૦/- તથા અરોપી દિવ્યેશ પાસેથી રુ.૫૦,૦૦૦/- બન્ને પાસેથી ત્રણ ટકા લેખે કુલ રુ.૪,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય.જેથી આરોપીઓ અવાર-નવાર ફોન કરી તથા રૂબરૂ મળી પૈસાની તથા વ્યાજની પઠાણી ઉધરાણી કરી ધાક- ધમકી આપી દબાણ કરી માનસિક દુખ ત્રાસ આપી ફરીયાદીના માતા-પિતાને મરી જવા પર મજબુર કરતા આરોપીઓની પઠાણી વ્યાજ ઉઘરાણીના ત્રાસના કારણે ફરીયાદીના પીતા નિલેશભાઇ મનસુખભાઇ ખુંટ તથા માતા ભારતીબેન નિલેશભાઇ ખુંટથી સહન ન થતા ગઇ તા.૩૦/ ૦૪/ ૨૦૨૪ ના રોજ છત્તર ગામની પ્રા.શાળા પાસે પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના પુત્ર મિલનભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૫૦૬,૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ -૫,૩૩(૩), ૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે‌.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર