મોરબી : ચક્રવાત ન્યૂઝ ના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા સાદગી પૂર્ણ રીતે મહાપ્રસાદ યોજતા પત્રકાર સંજયભાઈ વાધડીયા અને યોગેશભાઈ રંગપડીયા
મોરબીના લોક પ્રશ્નોને સતત વાંચા આપતાં અને સત્ય માટે સત્ય સાથે સતત ના સ્લોગન સાથે ચાલતા ચક્રવાત ન્યુઝના ફેસબુક પેઝ પર 41 હજાર ફોલોવર્સ પૂર્ણ થતા પત્રકાર યોગેશભાઈ રંગપડીયા સંજયભાઈ વાધડીયા અને દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી ઉજવણી કરવામાં આવી હતી આ તકે મોરબીના પત્રકાર પાર્થ પટેલ, પત્રકાર ધવલ ત્રિવેદી,અભય પટેલ ના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ હાજર રહ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...