સલમાન ખાનની ‘ટાઇગર 3’માં ઇમરાન હાશ્મી બનશે પાકિસ્તાની એજન્ટ ? જાણો આ ફિલ્મને લગતી વધુ માહિતી.

સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ એક્શન થ્રિલર ફિલ્મ ટાઇગર 3 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્દર્શક મનીષ શર્માની ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. ઇમરાન હાશ્મીએ આ ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં હાશ્મીનો નેગેટિવ રોલ હશે અને તે આ ફિલ્મમાં પાકિસ્તાની એજન્ટના રોલમાં જોવા મળશે. સૂત્રના જણાવ્યા અનુસાર આ ફિલ્મનો પ્લોટ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવ્યો છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં તેના સિક્સ પેક એબ્સ પણ દર્શાવશે. મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર 3માં સલમાન તેમજ ઇમરાનની શર્ટલેસ ફાઇટ સિક્વન્સ છે.રાઇટિંગ ટીમનું માનવું હતું કે સલમાનની સામે ઇમરાનનું પાત્ર ઝાંખું ન થવું જોઈએ. સલમાને પોતાના પાત્ર માટે સખત મહેનત કરી છે. ઇમરાન હાશ્મીએ પણ તેની બોડી લગભગ સલમાનની બોડી જેવી કરી દીધી છે. તૌકતે વાવાઝોડાને લીધે થયેલા વરસાદને કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો અને હવે એવી માહિતી મળી રહી છે કે સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ના સેટને પણ નુકસાન થયું છે. ફિલ્મનું શૂટિંગ થવાનું હતું જે તોફાન તૌકતેને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર ફિલ્મમાં બતાવવામાં આવેલા દુબઈ બજારની તર્જ પર ગોરેગાંવના એસઆરપીએફ ગ્રાઉન્ડ પર એક સેટ ઉભો કરવામાં આવ્યો હતો. વાવાઝોડામાં સેટ પણ પડી ભાંગ્યો હતો અને નિર્માતાઓને ભારે નુકસાન થયું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img