જોડિયા તાલુકાના જામદુધઇ ગામે સ્વજનના સ્મણાર્થે આંખના મોતિયાનો તથા જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વસનાણી પરિવાર તરફથી ગામલોકો માટે સમહુ જમણવાર નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
જામ દૂધઇ મુકામે જામદુધઇ ગામના વતની સ્વ.ગોવિંદભાઈ રવજીભાઈ વસનાણી હસ્તે શેલેષભાઈ ગોવિંદભાઈ વસનાણી (ઇટાલિકા ગ્રૂપ હાલ મોરબી) દ્વારા કડવા પટેલ સમાજવાડી જામદુધઈ ગામે આંખના મોતિયા અને જનરલ મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.વસનાણી પરિવાર તરફથી ગામ લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
