સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને ન્યાય મળ્યો છે. ત્યારે આવો જ બનાવ ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામ ની દીકરી સાથે પણ બન્યો હતો ત્યારે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ગ્રીસમાં હત્યાકેસમાં થોડા દિવસોની અંદર જ કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિતોને ફાંસી ની સજા ફટકારાઈ છે ત્યારે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની રજૂઆત છે કે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦થી વધુ છરીના ઘા ઝીંકનાર નરાધમને પણ ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...