હળવદ માળિયા હાઇવે પર ઘઉં ભરેલું ટેલર પલ્ટી મારી જતા ડીવાઈડર કૂદી જતા અકસ્માત સર્જાયો
માળીયા-હળવદ હાઈવે જાણે અકસ્માતનું કેન્દ્ર બની ગયો હોય તેમ દિન-પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા અહીં કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આજે ફરી કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા-હળવદ હાઈવે પર દેવળિયા ગામ નજીક આજે વહેલી સવારે એક કન્ટેઈનરના ચાલકે અગમ્ય કારણોસર બેલેન્સ ગુમાવતા કન્ટેનર પલટી ખાઇને ડિવાઈડર સાથે અથડાતા રસ્તા પર આડું પડ્યું હતું. જેને પગલે કન્ટેઈનરમાં લોડ કરાયેલ ઘઉંનો જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. એ દરમિયાન સામેથી આવતી એક કાર પણ કન્ટેનર સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલકને ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.આ અંગેની જાણ હળવદ પોલીસને થતા પોલીસકર્મી વિપુલભાઈ ભદ્રાડીયા સહિતની ટીમ પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી કરી હતી.
રિપોર્ટ -રવી પરીખ હળવદ
