નીચી માંડલ નજીકથી ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ખાનપરનો યુવાન ઝડપાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામ નજીકથી દારૂ પીધેલી હાલતમાં ખાનપર ગામના યુવાનને ઝડપી પાડીને કાર કબ્જે કરી હતી.
મોરબી જીલ્લા પોલીસ વડાની સૂચનાથી નશાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગઈકાલે મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકથી સર્પાકારે ગાડી ચલાવી દારૂ પીધેલી હાલતમાં નીકળેલા આશિષ મનસુખભાઈ ઘોડાસરા (ઉં.વ. 24, રહે. ખાનપર, મોરબી) નામના શખ્સને તાલુકા પોલીસે ઝડપી પાડી 6 લાખની કિંમતની ક્રેટા કાર કબ્જે કરીને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.