મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.
TET TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVP ની અને બધા પરિક્ષાર્થીઓની માંગણી છેકે કાયમી સરકારી શિક્ષકોની ભરતી કરો અને જ્ઞાન સહાયક યોજના રદ કરો. આની પહેલા પણ ABVP દ્રારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે હાલ ગુજરાતનાં દરેક જિલ્લામાં ઉગ્ર રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ABVP મોરબી શાખા દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તો મોરબી જિલ્લા ના તમામ TET TAT ના ઉમેદવારોને મોટી સંખ્યામા જોડવા ABVP આહવાન કરવામાં આવ્યું છે.
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા. માળીયા મીંયાના, જી. મોરબી, વાળા ગત તા. ૨૯/૧૧/૨૦૨૩ ના રોજ સવારના કોઈ પણ સમયે પહેલા કોઈ કારણસર ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ...