Saturday, May 4, 2024

11 વર્ષ પછી રાધિકા આપ્ટેએ ચોંકાવનારો ખુલાસો કર્યો, ચાર દિવસ સુધી ઘરની બહાર નહોતી નિકળી આ અભિનેત્રી જાણો શા માટે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. રાધિકાએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં, પરંતુ તમિલ, તેલુગુ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાધિકાએ 11 વર્ષ પહેલા રામ ગોપાલ વર્માની હિન્દી/તેલુગુ ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં કામ કર્યું હતું, જેના વિશે અભિનેત્રીએ હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યું હતું કે, તેને એવું લાગી રહ્યું હતું કે તે સમય દરમિયાન તેનું શોષણ થઈ રહ્યું છે. રાધિકાએ તે ફિલ્મમાં એક ગામની છોકરીનો રોલ કર્યો હતો. અભિનેત્રીનું કહેવું છે કે તેને આ ફિલ્મ માટે વધુ પૈસા મળ્યા ન હતા, જેનાથી તેને એવું લાગ્યું હતું કે તેનું શોષણ થઈ રહ્યું છે. રાધિકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મને ખાતરી નહોતી કે મારે આ ફિલ્મ કરવી છે કે નહીં. સાચું કહું તો, મને લાગ્યું કે મારો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે મને તેના માટે વધુ પૈસા મળ્યા ન હતા. અભિનેત્રીએ એ વધુમાં કહ્યું કે, “તેણે મને એમ કહ્યું હતું કે અત્યારે હું આ ફિલ્મ કરી રહી છું અને પછી તે મને તેલુગુ અને તમિલ ફિલ્મ આપશે, તેથી મને લાગ્યું કે તે ઠીક છે. આ ફિલ્મમાં મોટા કલાકારો હતા અને શૂટિંગ સમયસર ક્યારેય શરૂ થયું ન હતું. હું ક્યારેય કામ માટે આતુર રહી નહોતી તેથી મને એવું લાગતું નહોતું કે મારે લાંબા સમય સુધી સેટ પર રહેવાની જરૂર છે, ત્યારે મારો સમય અને પ્રતિભા જોવાતી નહોતી.જો કે સત્ય અને રંગીલાના સમયથી હું રામ ગોપાલ વર્માની ખૂબ મોટી ચાહક છું તેથી હું આ મોકાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી.”

ન્યૂડ વીડિયો લીક થયા બાદ રાધિકા પડી ભાંગી હતી.

તેણે આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યું હતું કે જ્યારે “ક્લીન શેવ”ની શૂટિંગ દરમ્યાન એક ન્યૂડ ક્લિપ લીક થઈ ત્યારે મને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી અને તેનાથી મારા પર ખુબ અસર પડી હતી. હું ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળી શકો નહોતી. મીડિયામાં જે કહેવામાં આવી રહ્યું હતું તેના કારણે નહીં પરંતુ મારા ડ્રાઇવર, ચોકીદાર અને મારા સ્ટાઇલિસ્ટના ડ્રાઇવરએ મને તસવીરોમાં ઓળખી કાઢી હતી.”.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર