Sunday, September 15, 2024

નાગપુર પછી, મહારાષ્ટ્રના આ જિલ્લામાં પણ લોકડાઉન, વધતો જાય છે કોરોનાનો કહેર.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહારાષ્ટ્રમાં, કોરોનાના ઝડપથી વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પરભણી જિલ્લામાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન શુક્રવારે રાત્રે 12 થી સોમવારે સવારે 6:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. મહારાષ્ટ્રના કેબીનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું છે કે અમે પરભણી અને અન્ય પડોશી જિલ્લાના લોકોને આ અંગે સહયોગની અપીલ કરીએ છીએ. નોંધનીય છે કે 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન નાગપુરમાં લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્ર્મણના મામલાને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા પુણેમાં કોવિડ -19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રતિનિધિઓ, સાંસદો, ધારાસભ્યો અને મેયર પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્ર્મણને ધ્યાનમાં રાખીને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ગુરુવારે મુંબઇની જેજે હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેતાં મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના રસી સંપૂર્ણપણે સલામત છે. આ અંગે લોકોના મનમાં જે શંકા છે તેને દૂર કરો. સીએમએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો ફરીથી વધવા માંડ્યા છે, જેના કારણે કડક પગલા લેવામાં આવી શકે એમ છે. નાગપુરમાં, કોરોના સંક્ર્મણના મામલાને ધ્યાનમાં રાખીને 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. ફક્ત જરૂરી ચીજોની દુકાનો જ ખુલ્લી રહેશે. જણાવી દઈએ કે બુધવારે નાગપુરમાં કોરોનાના 1,710 નવા કેસ નોંધાયા હતા, જેના પછી રાજ્ય સરકારે કડક પગલું ભરીને 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું છે. 173 દિવસ પછી, એક જ દિવસમાં મહત્તમ કેસ સામે આવ્યા છે, જેથી સરકારે કડક પગલા લીધા છે. વિદર્ભના અમરાવતીમાં પણ મર્યાદિત સમય માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. મરાઠાવાડા, ઔરંગાબાદ અને મુંબઈ મહાનગરોમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર