એજાઝ ખાને તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા, અભિનેતાએ ડ્રગ્સ લેવા વિશે કહ્યું- ‘મારી પત્નીને…

નાના પડદાનો પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનને એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે એજન્સી દ્વારા પૂછપરછ માટે તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, એનસીબીએ મુંબઈના એજાઝ ખાનના અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. ધરપકડ થયા બાદ અભિનેતાએ હવે તેનો જવાબ આપ્યો છે. એજાઝ ખાને એનસીબી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી દીધા છે. એનસીબીએ બુધવારે કોર્ટમાં રજૂ કરતા પહેલા એજાઝ ખાનનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ સમય દરમિયાન તેણે પોતાની ઉપરના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. એજાઝ ખાને કહ્યું, ‘મારા ઘરમાંથી માત્ર ચાર ઊંધની ગોળીઓ મળી હતી. મારી પત્નીનો ગર્ભપાત થયો હતો. તણાવમાંથી પસાર થતી હોવાથી તે આ દવાઓનો ઉપયોગ કરી રહી છે.’ એજાઝની આઠ કલાકની પૂછપરછ બાદ એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. 2018 માં પણ એજાઝની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બેલાપુરની એક હોટલના રૂમમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એજાઝ ખાને સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 7 માં ભાગ લીધો હતો. તે ઘણી વાર તેના ગરમ મિજાજને લીધે તે વિવાદમાં રહ્યો હતો. એજાઝે બોલિવૂડની સાથે તેલુગુ ફિલ્મ ઉદ્યોગની ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

 

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img