Monday, May 6, 2024

અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝિબિશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની 40 થી વઘુ કંપનીએ લીધો ભાગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીનો સિરામિક ઉદ્યોગ જગ વિખ્યાત છે મોરબી સિરામિક ઉદ્યોગે હરણફાળ પ્રગતિ કરી છે ત્યારે અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝિબિશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની 40થી વઘુ કંપનીએ ભાગ લીધો છે.

મોરબીની સિરામિક પ્રોડક્ટ અખાતી દેશો, યુરોપિયન દેશો, આફ્રિકન અને એશિયન ઉપરાંત અમેરિકન દેશોમાં પણ નિકાસ થાય છે. જેમાં પ્રથમ પાંચ ક્રમે સાઉદી અરેબિયા, અમેરિકા, યુએઈ, ઇન્ડોનેશિયા અને ઈરાક છે. આ સહિત કુલ ૧૬૩ દેશોમાં હાલ મોરબી સિરામિક ઉત્પાદનની નિકાસ કરી રહ્યું છે અને વિદેશી હુંડિયામણ ભારતને રળી આપી રહ્યું છે. તેમજ મોરબીની પ્રોડક્ટ ગુણવત્તાસભર હોય. જે વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી‌ બીજા ક્રમે છે.

મોરબી નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. સિરામિક ક્વોલિટી તથા ભાવમાં સમગ્ર વિશ્વનો ભરોસો મોરબીએ જીત્યો છે. તેથી જ આટલા મોટા પ્રમાણમાં વિદેશોમાં મોરબીનું સિરામિક ઉત્પાદન ખરીદવામાં આવે છે. ત્યારે અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝીહીબીશનમા મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએ લીઘો ભાગ જેમા counsulate General of india Atlanta(USA) ના કોન્સ્યુલ જનરલ L Rameshbabu દ્વારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ છે જેમાં મોરબી સિરામિક એસોસિયશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતનાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર