Monday, September 9, 2024

Appleની ચાલાકી તેના પર જ ભારે પડી, આટલા કરોડ રૂપિયાનો દંડ થયો. જાણો તેનું કારણ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિગ્ગજ ટેક કંપની Appleએ ગયા વર્ષે 13 ઓક્ટોબરના રોજ આઇફોન 12 સિરીઝ લોન્ચ કરી હતી. તે જ સમયે, કંપનીએ જાહેરાત કરી હતી કે આઇફોન 12 સીરીઝના સ્માર્ટફોન ખરીદવા પર બોક્સની સાથે ચાર્જર આપવામાં આવશે નહીં. ખરેખર, કંપની ચાર્જર ન આપીને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટાડવાનો પ્રયાસ કરી રહી હતી.બીજી બાજુ કંપની ચાર્જર માટે વધારાના પૈસા વસૂલ કરી રહી હતી. કંપનીએ દલીલ કરી હતી કે પર્યાવરણીય સલામતીની ચિંતા અને સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડાને કારણે આવું કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે Apple કંપનીની ચાલાકી તેના પર જ ભારે પડતી દેખાઈ રહી છે. એક અહેવાલ મુજબ, બ્રાઝિલની ગ્રાહક સુરક્ષા એજન્સી પ્રોકોન-એસપીએ ( Procon-SP )આઇફોન સાથે ચાર્જર ન આપવા બદલ એપલને 2 મિલિયન ડોલર (લગભગ 14 કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. પ્રોકોન-એસપીએ ચાર્જર વિના આઇફોન વેચવાના અન્યાયી નિયમો માટે એપલને દોષી ઠેરવ્યો છે. બ્રાઝિલની એજન્સી અનુસાર, ચાર્જર વિના આઇફોન વેચવાથી પર્યાવરણને ફાયદો નથી થઈ રહ્યો. એજન્સીએ એપલને ચાર્જર વિના ભાવ ઘટાડવા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ એપલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. એપલને ચાર્જર વિના અને ચાર્જર સાથે આઇફોનની કિંમત વિશે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ કંપનીએ આ અંગે પણ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તે જ સમયે, જ્યારે એપલને પૂછવામાં આવ્યું કે શું આઇફોન 12 સાથે ચાર્જર ન આપવાના નિર્ણય પછી કંપનીએ ચાર્જરનું ઉત્પાદન ઘટાડ્યું છે? એપલે આ અંગે પણ કોઈ જવાબ રજૂ કર્યો ન હતો. એપલને 2021 ના ​​પહેલા ક્વાર્ટરમાં આઇફોન 12 ના વેચાણથી આશરે 111.4 અબજ ડોલરની આવક થઈ છે. આવી સ્થિતિમાં 2 મિલિયન દંડ થવાને કારણે કંપનીને વધારે સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. પરંતુ જો આવા મુદ્દા અન્ય દેશોમાં ઉદભવે છે, તો કંપનીને ખરેખર નુકસાન થઈ શકે છે.

 

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર