Sunday, June 16, 2024

ભાજપના પાર્લામેન્ટ બોર્ડે લીધેલ નિર્ણયથી નવ યુવાનોને ચુંટણીમાં તક મળશે : ચેતનગીરી ગોસ્વામી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પક્ષે નિર્ણય લીધો છે કે ૧). કોઈ પણ કાર્યકર્તા ત્રણ એટલે કે ૧૫ વર્ષ જે તે સંસ્થામાં સેવા આપી ચૂક્યા હોય, ૨). ૬૦ કરતાં વધુ ઉંમરનો હોય, અને ૩). સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓના લોહીના સંબંધ ધરાવતા વારસદાર હોય તેવા કાર્યકર્તાને ભાજપની ટિકિટ આપવામાં નહીં આવે, તેનાથી ઘણા બધા યુવાનોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ તરફથી ઉમેદવારી કરવાની તક મળશે, આ સાથોસાથ નેતૃત્વ કરવા માટે દરેક યુવાનો માટે નવી તકોનું સર્જન થશે અને પક્ષના દરેક કાર્યકર્તાઓને એક ઉત્તમ સોભાગ્ય પ્રાપ્ત થશે. જેથી પક્ષના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણી શકાય….

પક્ષના આ નિર્ણયથી યુવાનોને પોતાની રાજકીય કારકિર્દી ઘડતર કરવાનો અવસર પ્રાપ્ત થશે જે બદલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર