Tuesday, November 5, 2024

લદાખમાં માઈનસ 33 ડિગ્રીની ઠંડી સહન કરતાં જોવા મળ્યાં બોલિવુડના બિગ બી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ દિવસોમાં શિયાળાની સીઝનમાં દેશભરમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યાએ વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત, નવા વર્ષ એટલે કે 2021 નું આગમન પણ આવી ગયું છે.ત્યારે તાજેતરમાં જ મહાનાયક અમિતાભ બચ્ચન લદાખ ટ્રીપથી પરત ફર્યા છે. તે એક ટૂંકી સફર પર હતા. પરંતુ આ સમય દરમિયાન, અમિતાભ બચ્ચનની ઠંડીને કારણે ખરાબ હાલત થઈ હતી. સામાન્ય વિસ્તારોમાં, જ્યારે તાપમાન આટલું ઓછું થઈ ગયું છે, ત્યારે લદાખમાં શિયાળમાં કેટલી ઠંડી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. અમિતાભે લદાખ ટ્રીપનો પોતાનો એક ફોટો શેર કરી છે. શેર કરેલા ફોટામાં બિગ બી પોતાને ઠંડીથી બચાવી રહ્યાં છે. તેઓ ટ્રેકિંગ જેકેટમાં જોવા મળ્યાં હતા. આ સિવાય તેણે સ્નો ગોગલ્સ લગાવ્યા છે. બિગ બીએ ગ્લોવ્ઝ અને ટોપી પણ પહેરી છે. પરંતુ માઈનસ 33 ડિગ્રીએ અમિતાભ બચ્ચનની હાલત કફોડી બનાવી દીધી હતી. અભિનેતા પોતાને આવી ગાત્રો થિજાવથી ઠંડીથી બચાવી શક્યા નહીં. ફોટો શેર કર્યાની સાથે અમિતાભે ટ્વિટર પર લખ્યું હતું કે હું હમણાં જ લદાખથી પરત આવ્યો છું, અને આટલી વ્યવસ્થા કર્યા છ્તા માઇનસ 33 ડિગ્રીથિ હું બચી શક્યો નહીં.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ઘરે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું. આ ખાસ પ્રસંગે તે ખૂબ જ અલગ જ લુકમાં જોવા મળ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર તેની એક રમૂજી તસવીર પણ શેર કરી હતી. આખા બચ્ચન પરિવારે મળીને નવા વર્ષની ઉજવણી કરી.ઐશ્વર્યા રાય બચ્ચને ઉજવણીની તસવીરો પણ શેર કરી હતી. અમિતાભ બચ્ચન હાલમાં તેના લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિની 12 મી સીઝનનું હોસ્ટ કરી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર