અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપની બહેનોએ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નાસ્તો કરાવીને હનુમાન જયંતિની સાર્થક ઉજવણી કરી હતી.
મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલુ મહિલા સંચાલિત અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ અલગ અલગ ઉત્સવો અને તહેવારોની ઉજવણી સેવાકીય પ્રવૃતિઓ કરીને કરતું હોય છે ત્યારે હનુમાન જયંતિ નિમિતે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપની બહેનોએ મોરબીના દલવાડી સર્કલ, પાડાપુલ નીચે અને બાયપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા બાળકોને પફ અને બુંદીના લાડવાનું વિતરણ કરીને નાસ્તો કરાવ્યો હતો.
